33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : શહેરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત, શાંતાકુજ...

પંચમહાલ : શહેરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત, શાંતાકુજ સાસોયટીમાંથી કોતર વહ્યું હોય તેવા દ્રશ્યો

0
97

ગોધરા 

 પંચમહાલ જીલ્લાનામા વરસાદી માહોલ શરુ થઈ જતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ જીલ્લાઓં ધમાકે દાર વરસાદ પડ્યા  બાદ હવે જીલ્લામા પણ મેઘરાજાએ પધરામણી શરુ કરી  છે.જીલ્લાના વિવિધ તાલુકાઓમા પણ વરસાદી માહોલ જામ્યો છે.  જીલ્લાના શહેરામા  ગત સાજે ભારે વરસાદ પડતા નગરમાંથી પસાર થતા હાલોલ- શામળાજી  હાઈવે માર્ગ પર પાણી ભરાયા હતા તેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.   

 

શહેરાનગરમા આવેલી અણિયાદ ચોકડી પાસે દર ચોમાસામા છાસવારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણી ભરાવાના કારણે પાણી સીધુ વહીને સોસાયટીઓમા જાય છે. તેના કારણે સોસાયટીઓના રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાની સમસ્યાને કારણે પ્રિમોન્સુન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.શહેરાનગરના અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી શાંતાકુજ સોસાયટી વચ્ચેથી જાણે કોતર છલકાઈ બે કાઠે વહી જતુ હોય તેવા દશ્યો સર્જાયા હતા. પંચમહાલના શહેરા તાલુકામા 64 મીમી વરસાદ નોધાયો હતો.જયારે મોરવા હડફ તાલુકમાં 7 મીમી , ગોધરામાં1 મીમી , હાલોલ તાલુકામાં માં 31 મીમી , જાંબુઘોડા તાલુકામા 8 મીમી અને ઘોંઘબામા 11 એમ એમ વરસાદ નોધાયો હતો. વરસાદને કારણે ખેડુતો  પણ ખેતીકામમા જોતરાઈ ગયા છે હાલમા ખેડુતો ખેતરોને ટ્રેકટર  વડે ખેડવાની કામગીરી કરી રહ્યા છે. શહેરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!