અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે રથયાત્રા મહોત્સવના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસનો ફાયદો ઉઠાવી વિદેશી દારૂ ઠાલવવા નીકળેલ બુટલેગરોને પોલીસે દબોચી લીધા હતા માલપુર પોલીસે ગલીયાદાંતી ટોલટેક્ષ નજીક લકઝરી બસમાં વિદેશી દારૂની ખેપ મારતા બે રાજસ્થાની બુટલેગરોને 29 હજારથી વધુના દારૂ સાથે ઝડપી લીધા હતા ટીંટોઈ પોલીસે CNG રિક્ષાનો ફુટા નજીકથી ફિલ્મીઢબે પીછો કરી 31 હજારથી વધુના શરાબ સાથે એક બૂટલેગરને દબોચી લીધો હતો બે બુટલેગર ફરાર થતાં ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
માલપુર પીએસઆઈ કે.એચ.બિહોલા અને તેમની ટીમે મોડાસા-ગોધરા હાઇવે પર પેટ્રોલિંગ હાથધરી ગલીયાદાંતી ટોલટેક્ષ નજીક મોડાસા તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા લકઝરી બસમાં વિદેશી દારૂની ખેપ મારતા બે લબરમુછીયા યુવકો બે થેલા લઇ થોડે દૂર ઉતરી ચાલવા લાગતા પોલીસે બંનેને દબોચી લઇ થેલામાં રહેલ વિદેશી દારૂની બોટલ નંગ-119 કિં.રૂ.29850/-નો જથ્થો જપ્ત કરી રાજસ્થાની કિશનસિંગ પ્રતાપસિંગ રાવત અને મિશુ ઉર્ફે મહેન્દ્રસિંહ સરવનસિંહ રાજપૂત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
ટીંટોઈ પીએસઆઈ એસ.કે.ચાવડા અને તેમની ટીમને જીવણપુર નજીક પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી સીએનજી રિક્ષા વાઘપુર રોડ તરફથી ફૂટા થઈ ગડાદર બાજુ આવનાર હોવાની બાતમી મળતાં ફૂટા નજીક પોલીસ વોચમાં ગોઠવાઈ હતી બાતમી આધારિત રીક્ષા આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે રીક્ષા હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા ત્રણ બુટલેગર રીક્ષા બામણવાડ નજીક મૂકી દોટ લગાવતા પોલીસે કલ્પેશ રમણ કટારા (વાઘપુર-ભિલોડા)ને દબોચી રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-187 કિં.રૂ.31650/- તેમજ રિક્ષા અને મોબાઇલ મળી કુલ.રૂ.1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અંકુર ઉર્ફે મોન્ટુ નવીન નિનામા અને રોશન અસારી (બંને,રહે.હિંમતપુર-ભિલોડા) સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા