31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

કરૂણાંતીકા : ટ્રેક્ટર પર ચઢવા જતા 14 વર્ષીય ક્રિશનો પગ લપસ્યોને રોટાવેટરમાં માથું ફસાઈ જતા ફુરચે ફુરચા નીકળી ગયા


સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના મહિવાડા ગામમાં રબારી પરિવારના એકના એક પુત્રને જાણે મોત ખેતરમાં ખેંચી લાવ્યું હોય તેવી હૈયું હચમચાવી નાખતી ઘટના બનતા રબારી પરિવાર પર આભ તુટી પડયું હતું રબારી પરિવાર સવારે ખેતરમાં ખેતી કામ માટે ગયો હતો 14 વર્ષીય પુત્ર ક્રિશ પણ સાથે હતો ખેતરમાં રોટરી મારવાનું કામકાજ ચાલુ હતું શાળાનો સમય થતા માતા પુત્રને શાળાએ મૂકી આવી હતી પરંતુ ક્રિશ શાળામાંથી પરત ખેતરમાં પહોંચ્યો હતો અને ટ્રેક્ટર પર ચઢવા જતા પગ લપસતાં ક્રિશનું માથું રોટાવેટરમાં ફસાઈ જતા ચગદાઈ જતા મોત નીપજતા ભારે દેકારો મચી ગયો હતો આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ ક્રિશને બહાર કાઢ્યો હતો ત્રણ બહેનોનો એકનો એક ભાઈ અને પરિવારનો કુળદીપક બુઝાઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇડરના મહીવાડા ગામમાં રહેતા રબારી કોદરભાઈ ત્રણ દીકરીઓ અને 14 વર્ષીય ક્રિશ નામનો એક પુત્ર અને પત્ની સાથે ખેતી કરી પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે હાલ ખેતીની સીઝન ચાલતી હોવાથી ખેતરમાં મિની ટ્રેક્ટર સાથે રોટાવેટર જોડે રોટરી મારવાનું કામકાજ હાથધર્યું હતું રબારી પરિવાર સવારે ખેતરમાં ગયો હતો શાળાનો સમય થતાં માતા ક્રિશને શાળામાં મૂકી આવ્યા હતા પરંતુ જાણે ખેતરમાં મોત પોકારતું હોય તેમ શાળામાંથી પરત ખેતરમાં આવી ગયો હતો અને ટ્રેક્ટર પર ચઢવા જતા પગ લપસતા ક્રીશના શરીરનો ઉપરનો ભાગ ટ્રેક્ટરના રોટાવેટરમાં આવી ગયો હતો. તેનું માંથુ તો રોટાવેટરમાં ચગદાઈ જ ગયું હતું. જેથી તેનું ઘટનાસ્થળે જ કમકાટીભર્યું મોત નીપજ્યું હતું. પરિવારે ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!