હિન્દુત્વનો રાગ આલાપીને ખોબલે ખોબલે મેળવી સત્તાના સિંહાસને બિરાજનાર ભાજપ સરકારના શાસનમાં કસાઈઓને ખુલ્લો દોર મળ્યો છે કસાઈઓ પશુપાલકોના ઘર આંગણે બાંધેલી ગાયો સહીત પશુઓની બિન્દાસ્ત પણે ચોરી કરી કતલખાને ધકેલી દેતા હોય છે અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર કતલખાનાઓમાં મોટા પ્રમાણમાં ગૌહત્યા થઈ રહી છે અને ગૌમાસ અમદાવાદ સહીત ગુજરાત ભરમાં નિકાસ કરવામાં આવે છે જીલ્લામાં ગૌવંશ ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગૌરક્ષકોએ જીવના જોખમે મોડાસા શહેરના સહયોગ બાયપાસ ચોકડી નજીક પીકઅપ ડાલામાંથી ગૌવંશ ઝડપી લઇ પોલીસને સુપ્રત કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
મોડાસા શહેરના ગૌરક્ષકોએ સહયોગ ચોકડી નજીકથી પીકઅપ ડાલામાંથી ગૌવંશ ઝડપી લેતા અરવલ્લી જીલ્લા VHP પ્રમુખ સંજય ભાવસાર સ્થળ પર પહોંચી તંત્ર સામે રોષ ઠાલવી મોડાસા શહેરના આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગૌવંશની હેરાફેરી થતી હોવાની સાથે તંત્ર દ્વારા કસાઇઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી બકરી ઈદ પર મોટી સંખ્યામાં ગૌવંશ બચાવવા છતાં હજુ પણ મોટી સંખ્યામાં ગૌવંશ કતલખાને ધકેલાઈ રહ્યું છે ગાય માતાનું રક્ષણ કરવામાં તંત્ર ઉણુ ઉતરશે તો ન છૂટકે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને ગૌરક્ષકોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી