37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસામાં ઓટો કન્સલ્ટન્ટને બાઈકનો ટેસ્ટ ડ્રાઇવ લેવાનું કહી યુવક ફરાર,LCBએ...

અરવલ્લી : મોડાસામાં ઓટો કન્સલ્ટન્ટને બાઈકનો ટેસ્ટ ડ્રાઇવ લેવાનું કહી યુવક ફરાર,LCBએ ચોરીની બાઈક સાથે દબોચ્યો

0
182

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જૂના વાહનોની લે-વેચ કરતા મનવા ઓટો કન્સલ્ટન્ટમાં માલપુરનો યુવક બાઈક લેવાનું જણાવી ટેસ્ટ ડ્રાઇવના બહાના હેઠળ બાઈક ચોરી કરી ફરાર થઈ જતા મનવા ઓટો કન્સલ્ટન્ટના માલિક મોહમ્મદ હારીશભાઈ અબ્દુલરહીમભાઈ મનવાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જીલ્લા એલસીબી પોલીસે આનંદપુરા કંપા નજીકથી બાઇક ચોર પ્રવીણ ગીગા વાદીને બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા-માલપુર રોડ પર પેટ્રોલીંગ હાથધરતા મનવા ઓટો કન્સલ્ટન્ટમાંથી બાઇકનો ટેસ્ટ ડ્રાઇવ લેવાનું કહી બજાજ V15 બાઇક લઇ ફરાર પ્રવીણ ગીગા વાદી (રહે,રજવાડી હોટલ સામે,માલપુર) બાઇક લઇ મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી બાતમી આધારિત બાઈક આવતા કોર્ડન કરી દબોચી લઇ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા પ્રવીણ વાદી પોપટની માફક બોલી ગયો હતો એલસીબી પોલીસ 27 હજારની ચોરીની બાઇક રિકવર કરી પ્રવીણ ગીગા વાદીને ટાઉન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!