અરવલ્લી જિલ્લાના મોડાસા – શામળાજી હાઈવે પર તત્વ આર્કેડના બિઝમેન્ટમાંથી મળી આવેલા તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીના શંકાસ્પદ મૃતદેહને લઇને અનુસુચિત જાતિ સમાજના અગ્રણીઓ, તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટી અને પરિવારજનોને જીલ્લા SP શૈફાલી બારવાલને યુવકના શંકાસ્પદ મૃતદેહ અંગે ન્યાયિક તપાસની માંગ કરી હતી મૃતક યુવકના પિતાએ હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની રજૂઆત કરી હતી
મોડાસા શહેરના શામળાજી રોડ પર જીલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્ત્વ આર્કેડના બેઝમેન્ટ માંથી 4 જુલાઈના રોજ સાંજના સુમારે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને પોલિસને જાણ કરી હતી.આશાસ્પદ યુવકના મોતને લઇને પરિવરજનો પર આભ તૂટી પડ્યું હતું, બીજી બાજુ યુવકનું કુદરતી મોત થયું છે કે, હત્યા તેને લઇને કોકડું ગૂંચાયું છે.
મૃતક યુવકના પરિવારજનો તેમજ આગેવાનો SP કચેરી ખાતે પોલિસ વડાને રજૂઆત કરી હતી જે જગ્યાએથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, તે જગ્યાએથી હજુ પોલિસને કોઈ ચીજવસ્તુ મળી નથી, પરિવારજનોએ બેગ સહિતની ચીજવસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે, તેને જોતા સવાલો તો ચોક્કસથી ઊભા થાય છે. પણ હાલ તો fsl રીપોર્ટની રાહ જોવાઈ રહી છે
મૃતક યુવક પ્રિતના પિતાના જણાવ્યા અનુસાર, પ્રીત ઘરે થી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો સાંજના સુમારે તત્ત્વ આર્કેડના બેઝમેન્ટ માંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું છે તેમજ પ્રીત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ હતી, જોકે, જે જગ્યાએથી મૃતદેહ મળ્યો, ત્યાંથી કોઈ ચીજવસ્તુ મળી નથી
નાયબ પોલીસ અધિક્ષક સંજય કેશવાલાના જણાવ્યા અનુસાર,મોડાસા તાલુકાના કોલિખડ ગામના યુવકના શંકાસ્પદ મૃતદેહ મામલે પોલિસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે, જોકે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલિસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણા મળ્યું છે.પોલિસે મૃતદેહના અવશેષોને fsl માટે મોકલી આપ્યા છે, રીપોર્ટ આવ્યા પછી, ખ્યાલ આવશે કે, યુવકની હત્યા થઈ છે કે કુદરતી મોત. હાલ તો પોલિસ બનતા તમામ પ્રયાસ કરી હોવાનું ASP એ જણાવ્યું હતું