અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસે હીરાખાંડી કંપામાં રહેતા એક પરિવારને નકલી કિન્નરની ટોળકીએ ઘરમાં નડતરનો ડર બતાવી 3.47 પડાવી લેનાર ટોળકીના બે સાગરીતને શીણોલ ગામ નજીક સેન્ટ્રો કારમાંથી દબોચી લઇ 3.47 લાખના સોનાના દાગીના રિકવર કર્યા હતા બંને આરોપીઓ સોનાના દાગીના મોડાસા વેચાણ કરવા નીકળતા ઝડપાઈ ગયા હતા નકલી કિન્નર બનનાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા
હીરાખાંડી કંપામાં રહેતા જયકુમાર નવીનભાઈ પટેલ અને તેમના પરિવારના ઘરમાં ભર બપોરે ધસી આવેલા બે કિન્નરે તમારા પરિવારમાં નડતર છે કહી સ્મશાનમાં વિધિ કરવાનું જણાવી 3.47 લાખના સોનાના દાગીના સેરવી લઇ ફરાર થઈ જનાર બંને કિન્નર અને તેમની સાથે કાર લઈને આવેલ બે ગઠિયા ફરાર થઈ ગયા હતા જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ધનસુરા PSI બી.બી.ડાભાણી અને તેમની ટીમે હીરાખાંડી કંપાના પરિવારને લૂંટી લેનાર નકલી કિન્નર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ટેકનિકલ સર્વલન્સના આધારે ટોળકીનું પગેરું મેળવી કિન્નર બનનાર બાબુ માનવસિંગ પરમાર અને પરબત નાથાભાઇ રાઠોડ તેમની સાથે સેન્ટ્રો કારમાં આવેલા નારણ શ્યામજીભાઇ આખોલીયા અને અજમલ લક્ષમણભાઇ વાદીએ ગુન્હાને અંજામ આપ્યો હોવાનો અને પરિવાર પાસેથી તાંત્રિક વિધિની નામે પડાવી લીધેલ 3.47 લાખના સોનાના દાગીના વેચવા સેન્ટ્રો કારમાં પુંસરી થી મોડાસા તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતાં પોલીસે શીણોલ ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત સેન્ટ્રો કાર આવતા અટકાવી અંદરથી બાબુ માનવસિંગ પરમાર અને અજમલ લક્ષમણભાઇ વાદીને દબોચી લઇ તલાસી લેતા બાબુભાઇ પરમાર (નાથબાવા)ના ખિસ્સામાંથી સોનાનો હાર અને સોનાની ચેન રૂ. 3.47 પરત મેળવી કાર મળી કુલ રૂ. 5.47 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ અન્ય બે નકલી કિન્નર બનેલ આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
નકલી કિન્નર ટોળકીના આરોપીઓના નામ વાંચો…!!
1)બાબુ માનવસિંગ પરમાર (નાથબાવા) (રહે.તરગડી તા.પડધરી-રાજકોટ)
2)અજમલ લક્ષ્મણ વાદી હાલ (રહે.પુંસરી,તલોદ-સાબરકાંઠા, મુળ રહે.ખડોદા,મોડાસા-અરવલ્લી)
3)પરબત નાથા રાઠોડ(નાથબાવા) (રહે.હરમડીયા,તા-ગોંડલ-રાજકોટ)
4)નારણ શ્યામજી આખોલીયા (નાથબાવા) (રહે.જસદણ-રાજકોટ)