26.5 C
Gujarat
Sunday, August 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી: શામળાજી પોલીસે ઇકો ગાડીનું પાઇલોટીંગ કરતી પલ્સર બાઇક સાથે ચાર બુટલેગરને...

અરવલ્લી: શામળાજી પોલીસે ઇકો ગાડીનું પાઇલોટીંગ કરતી પલ્સર બાઇક સાથે ચાર બુટલેગરને દબોચ્યા 39 હજારનો વિદેશી દારૂ જપ્ત

0
116

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા મથામણ કરી રહ્યું છે.દિવસે દિવસે વિદેશી દારૂની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે.શામળાજી પોલીસે ધૂળેટા ગામની સીમમાંથી ૩૯ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તમેની ટીમ ધુળેડા ગામની સીમમાં પેટ્રોલીંગ દરમિયાન એક પલ્સર બાઈક ઇકો ગાડી નું પાઈલોટિંગ કરી રહેલ છે તેવી બાતમની મળતા પોલીસે નાકાબંધી કરી ઇકો ગાડી અને બાઇક ચલાક ને કોર્ડન કરી પકડી પાડી તેમજ સફેદ કલરની ઇકો ગાડી પકડી લઈ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ-૯ કુલ બોટલ ટીન નંગ-૨૧૬ કુલ કિંમત રૂ.૩૯૬૦૦/- નો તથા ગાડી ની કુલ કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- નો તથા પલ્સર બાઇક કી. રૂ.૨૫,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૫ કિં. રૂ.૮૫૦૦/- ની કુલ મુદ્દામાલ કિ. રૂ.૩,૭૩,૧૦૦/- નો મુદ્દામાલ ઝપ્ત કરી ૧)સજયકુમાર રાજેન્દ્રસિંહ જાતે.રાઠોડ.રહે.લોખણ પો.સ્ટ. માંકડી તા,હિંમતનગર ૨)મહેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ જાતે.ઝાલા રહે. કીડી તા.ધનસુરા.જી.અરવલ્લી ૩) વિપુલકુમાર જાલમસિંહ રાઠોડ રહે.લોખણ પો.સ્ટ. માંકડી. હિંમતનગર ૪) રાજપાલસિંહ કિસ્મતસિંહ રાઠોડ રહે.લોખણ. જી.અરવલ્લી ઝડપી પાડી બુટલેગર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!