asd
32 C
Ahmedabad
Thursday, November 14, 2024

અરવલ્લી : ભિલોડામાં આંખની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો


ભિલોડા તાલુકા મથકે ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવામાં આવેની માંગ ક્યારે સ્વીકારશે,ભિલોડામાં ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા વિસ્તારમાં આવેલ દ્રષ્ટિ આંખની હોસ્પિટલમાં શોર્ટ-શર્કિટ દરમિયાન એકા-એક આગ ભભુકી ઉઠી હતી.એકંદરે સવારે હોસ્પિટલ બંધ હોય કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી ? આધારભુત સુત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકોએ ફાયર સેફટીની બોટલોનો ઉપયોગ કર્યો અને પાણીનો ધરખમ મારો ચલાવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત…

Advertisement

અરવલ્લી જીલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટામાં મોટો વિસ્તાર ધરાવતા ભિલોડા તાલુકામાં જયારે-જયારે કોઈ પણ સમયે, કોઈ પણ અગમ્ય કારણોસર કોઈ પણ જગ્યાએ આગ ભભુકી ઉઠે ત્યારે કોઈ પણ વ્યકિત ને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે.હિંમતનગર, મોડાસા, બાયડથી ફાયર બ્રિગેડની ટીમ આવે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે.જ્યાં આગ ભભુકી હોય ત્યાં આગની જવાળાઓથી કોઈ પણ વ્યકિતને વ્યાપક નુકસાન થઈ જાય છે.ભુતકાળમાં અનેક જગ્યાએ આગ ભભુકી હોય તેવી અનેક ઘટનાઓ સર્જાઈ ગઈ છે.વ્યાપક નુકસાન પણ થયેલ છે.ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડ વાનની ફાળવણી રાજ્ય સરકાર ધ્વારા થાય તેમ જાગૃત નાગરિકો આશા સેવી રહ્યા છે.                

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!