શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમા વરસાદી માહોલ સર્જાતા ખેડુતો ખુશખુશાલ થવા પામ્યા છે. પાછલા 10 દિવસથી હાથતાળી આપ્યા બાદ મોડી સાંજે ધમધમાટી બોલાવી હતી. શહેરાપંથકમા વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા. ડાંગરના ધરુને પણ જીવતદાન મળ્યુ હતુ. શહેરા પંથકમા 16 મીમી વરસાદ નોધાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લામા સાર્વત્રિક વરસાદ નોધાયો છે. જીલ્લાઓના તમામ તાલુકાઓમા નોધપાત્ર અને ખેતીલાયક વરસાદ નોધાયો છે. જીલ્લાના શહેરા પંથક અને ગ્રામીણ પંથકમા પણ નોધપાત્ર વરસાદ નોધાયો છે. તાલુકામા વરસાદ થતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ખાસ કરીને તુવેર મકાઈ અને ડાંગરના પાકને જીવતદાન મળ્યુ હતુ. અહીના વિસ્તારના ખેડુતો ડાંગરના પાક પર વધારે ભાર મુકે છે. શહેરા પંથકમા વરસાદને લઈને ખેતરોમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાઓ પર તો ડાંગરની રોપણી પર શરુ કરી દેવામા આવી છે. શહેરાનગરમા પણ નોધપાત્ર વરસાદ નોધાયો હતો. શહેરા તાલુકામા 13 મીમી, મોરવા હડફ તાલુકામા 28 મીમી, ગોધરા તાલુકામા 74મીમી,કાલોલ તાલુકામા 21મીમી, ઘોંઘબા તાલુકામા 3 મીમી, હાલોલ તાલુકામા 11 મીમી. જાંબુઘોડા તાલુકામા 14 મીમી વરસાદ નોધાયો હતો.