“ખાખી” પણ અંતે તો માણસ જ ને!!!! પ્રેમ, કરૂણા, દયા અને મૈત્રી તેનામાં પણ હોય છે.
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે લોકો સાથે માનવીય અભિગમ દાખવી રહી છે મેઘરજની એક મહિલા તેના ત્રણ બાળકો સાથે મોડાસા શહેરમાં કામકાજ અર્થે આવ્યા બાદ અગમ્ય કારણોસર માતાથી ત્રણે બાળકો વિખૂટા પડી જતા માતાની શોધમાં બેબાકળા બની બજારમાં ભટકતા પોલીસની નજરે પડતાં પોલીસે ત્રણે બાળકોને આશ્વાસન આપી શી ટીમે ત્રણે બાળકોનું કાઉન્સલિંગ કરી માતાની શોધખોળ હાથધરી માતા સાથે મિલન કરાવતા ત્રણે બાળકો અને માતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા
મોડાસા ટાઉન PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલીંગ હાથધરતા બજારમાં ત્રણ બાળકો વિહવળ બની ફરતાં જોવા મળતાં પોલીસે ત્રણે બાળકોની પૂછપરછ કરતા ત્રણે બાળકો ગભરાઈ ગયાં હતા પોલીસે ત્રણે બાળકોને હૈયાધારણા આપતા અને શી ટીમની મદદથી કાઉન્સલિંગ કરતા ત્રણે બાળકો મેઘરજના હોવાનું અને માતા સાથે મોડાસા શહેરમાં કામકાજ અર્થે આવ્યા હોવાનું અને માતાનું નામ ગંગાબેન સુભાષભાઈ મદારી જણાવતા શી ટીમે ત્રણે બાળકોને ચા-નાસ્તો કરાવી માતાની શોધખોળ હાથધરી ગણતરીના સમયમાં માતાને શોધી ત્રણે બાળકોને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મિલન કરાવતા ત્રણે બાળકો અને માતાની આંખોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતા બાળકોને શોધતી માતાએ બાળકો હેમખેમ મળી આવતા ટાઉન પોલીસ નો આભાર વ્યક્ત કરી પોલીસ કામગીરીની સરાહના કરી હતી





