અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં બાઇક ચોરી કરતી ગેંગ સક્રિય થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરની અમરદીપ સોસાયટીમાં બાઇક પર આવેલ બે ચોર ઘર આગળ પાર્ક કરેલી પલ્સર બાઇકનું ગણતરીની મિનિટ્સમાં લોક તોડી બાઇક ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બાઇક ચોરીની ઘટનાના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
મોડાસા શહેરની જૂની આરટીઓ કચેરી નજીક આવેલી અમરદીપ સોસાયટીમાં રહેતા અંકુરભાઈ શાહ તેમની પલ્સર બાઇક સોમવારે રાત્રે રાબેતા મુજબ ઘર આગળ પાર્ક કરી હતી રાત્રિના એક વાગ્યાના સુમારે બાઇક લઈને આવેલા બે લબરમુછિયા ચોર પલ્સર બાઇકને ઘર આગળથી દોરી જઈ સતત વાહનોથી ધમધમતા રોડ નજીક લઇ જઈ લોક તોડી બિન્દાસ્ત બાઇક લઈને રફુચક્કર થઈ ગયા હતા સવારે ઘર આગળ પાર્ક કરેલી પલ્સર બાઇક ન જોવા મળતાં અંકુર ભાઈ અને તેમનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો ઘર આગળ લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા બે શખ્સો બાઇક ચોરી કરી ફરાર થઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથધરી હતી