38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરી, તાજીયા જુલુસ નીકળતા...

અરવલ્લી : મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરી, તાજીયા જુલુસ નીકળતા લોકો ઉમટ્યા

0
218

મોડાસા શહેરમાં તાજીયા જુલુસનું રથયાત્રા ઉત્સવ કમિટીએ સ્વાગત કર્યું, અરવલ્લી જીલ્લાના મેઘરજ સહિત અન્ય વિસ્તારોમાં મોહરમ પર્વની ઉજવણી 

 

મોડાસા શહેરમાં બુધવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, રથયાત્રા ઉત્સવ કમિટીના સદસ્યો, જીવદયા પ્રેમી નીલેશ જોશી, મોડાસા નગર પાલિકા વિરોધ પક્ષના પ્રમુખ હુસેનભાઇ ખાલક દ્વારા ઘોરીઓના ચોકમાં તાજીયા કમિટીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા જીલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતેમાટે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસઅધિક્ષક સંજય કેશવાલા અને મોડાસા ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથધરાયું હતું

 

મોહરમના દસ દિવસ એટલે યૌમે આશુરાના દિવસ હજરત મોહંમદ પયગંબર સાહેબના નવાસા હજરત હુસેન સાહેબ સચ્ચાઈ અને ન્યાય સામેની લડાઈમાં શહીદ થયા હતા જેને મુસ્લિમ સમાજ દ્વારા દસ દિવસ સુધી માતમ મનાવવા સાથે રોજ મરાશિયા ગાવામાં આવે છે દસમા દિવસે રોજ રાખી ઈબાદત કરવામાં આવેછે મોહરમના દસમા દિવસે મોડાસા નગરમાં પરંપરાગત રીતે તાજીયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું કસ્બા જમાત દ્વારા કાઢવામાં આવતા તાજીયા જુલૂસમાં “યા હુસેન” ના ગગનભેદી નારા સાથે મોટી સંખ્યામાં મોડાસા શહેર સહીત જીલ્લાના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તાજીયા જુલૂસમાં અખાડા ના કરતબ નિહાળી લોકો અભિભૂત બન્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!