પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે શંકાસ્પદ ચાંદિપુરમ વાઈરસના કારણે એક બાળકીનુ મોત થયા બાદ જીલ્લા આરોગ્ય ટીમનો કાફલો કોટડા ખાતે પહોચ્યો હતો.જ્યા બાળકીના પરિવારના ઘર ખાતે જઈને દવાનો છંટકાવ કર્યો હતો. સાથે સાથે ડીડીઓ પણ તેમના પરિવારની મુલાકાત લીધી હતી.
પંચમહાલ જીલ્લામા શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસના કારણે ગ્રામીણ વિસ્તારમા પણ ફફડાટ ફેલાયો છે.
ગોધરા તાલુકાના કોટડા ગામે દેવાંશી નામની નાની બાળકીનુ મોત થયુ હતુ. જેના કારણે પરિવારમા પણ શોકનો માહોલ ફેલાયો હતો. ઝાડા ઉલટી થઈ ગયા બાદ સારવાર માટે ગોધરા સિવીલ હોસ્પિટલમાં સારવાર અને ત્યારબાદ વડોદરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.ત્યારબાદ દેવાંશીનુ સારવાર દરમિયાન મોત થઈ ગઈ ગયુ હતુ. આ મોત બાદ હવે જીલ્લા આરોગ્ય વિભાગની હરકતમા આવ્યુ છે 19 જેટલી માખી મળી આવી છે. તેના સેમ્પલ પણ મોકલવામા આવ્યા છે. આ વિસ્તારનુ સર્વેલન્સ કરવામા આવ્યુ હતુ, આ મામલે વોર્ડ બનાવીને કામગીરી કરાશે. તેવુ આરોગ્ય વિભાગના સુત્રો દ્વારા જણાવાયુ છે.