ભારતીય ક્રિકેટ રસિકોમાં છેલ્લા કેટલાય સમયથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવ હોવાનો અને બંને વચ્ચે લગ્નજીવન ભંગાણ તરફ સરકી રહ્યું હોવાની ચર્ચાઓનો દોર ચાલી રહ્યો હતો હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી હાર્દિક પંડ્યા સાથેની તસવીરો પણ ડિલિટ કરી દીધી હતી હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી 4 વર્ષ પછી અમારા માટે બહુ જ મુશ્કેલ નિર્ણય હતો પુત્ર અગસ્ત્ય અમારા બંનેના જીવનનો હિસ્સો બની રહેશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 31 મે 2020 ના રોજ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા ચાર વર્ષ પછી છેલ્લા થોડા મહિનાથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હોવાનો અણસાર નતાશા સ્ટેનકોવિકના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવતા ફોટા અને તેના પર લખેલ કેપ્શનથી ક્રિકેટ રસિયાઓ સહીત દેશમાં ગોશિપ ચાલી રહી હતી આખરે ગુરુવારે હાર્દિક પંડ્યાએ કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી તમામ અટકળોનો અંત આવ્યો હતો