ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રાથમિક વિભગમાં શિક્ષિકા તરીકે 22મી જૂન 2001 થી ફરજ બજાવતા હીનાબેન સોની 31મી જુલાઈના રોજ વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભ શાળા મંડળના સંચાલક ફા.મોઇસન , ફા.રોબર્ટ ,ફા.નિક્સન સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો.વાય નિવૃત થતા હીનાબેન સોની એ 23 વર્ષ સુધી બાળકોને શિક્ષણ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માં પણ રસ દાખવી તૈયાર કર્યા છે.નિવૃત થનાર શિક્ષિકાએ પોતાના કાર્યકાળ દરમ્યાન ના સંસ્મરણો યાદ કર્યા હતા અને તેણી નું સન્માન કરાયું હતું આ પ્રસંગે નિવૃત થતા હીનાબેનના પિતા પ્રવિણચંદ્ર તથા સગાસંબંધીઓ હરેશકુમાર, મદીપકુમાર,હર્ષાબેન બાળકો અને પરિવારજનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ફિરોનાબેન,તુલસીબેન,રમણભાઈ,વલયભાઈ,મુકેશભાઈ, કૌનિકભાઈ સહિતે કર્યું હતું