અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની વચ્ચે લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે મેઘરજ તાલુકાના ઈસરી ગામના અવાવરું કુવામાં યુવકે અગમ્ય કારણોસર છલાંગ મારી દેતા ઈસરી પોલીસ તાબડતોડ સ્થળ પર દોડી આવી પોલીસ અને હોમગાર્ડ જવાને પળનો વિચાર કર્યા વગર 70 ફૂટ ઉંડા કુવામાં રસ્સી સાથે ઉતરી ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી યુવકને બચાવી લઇ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો સ્થાનિક લોકોએ ઈસરી પોલીસ અને હોમગાર્ડને જવાનની કામગીરીની સરાહના કરી હતી
ઈસરી ગામ નજીક અવાવરું કુવામાં રવિવારે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવી દેતા ભારે દેકારો મચી ગયો હતો આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા ઈસરી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી રસ્સીની મદદથી પોલીસ અને હોમગાર્ડ જવાન 70 ફૂટ ઉંડા કુવામાં બેટરી સાથે ઉતરી ઘોર અંધારામય સ્થિતિમાં યુવકને શોધી કાઢી ભારે જહેમત બાદ યુવકનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી સહી સલામત બહાર કાઢી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડી દીધો હતો હાલ યુવકની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત કરી હતી પોલીસ અને હોમગાર્ડની ટીમે અજાણ્યા યુવક માટે દેવદૂત સાબિત થયા હતા યુવકનો જીવ બચી જતા સ્થળ પર એકઠા થયેલા લોકોએ પોલીસની કામગીરી ને બિરદાવી હતી