asd
34 C
Ahmedabad
Tuesday, November 5, 2024

સાબરકાંઠા: હિંમતનગરના હમીરગઢ અંડરપાસમાં ST બસ વરસાદી જળસમાધિ! મહામુસીબતે ડ્રાઇવર અને કંડકટરનું રેસ્ક્યુ


ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ વરસાદ ખુશી લઇને આવ્યો તો કેટલાક સ્થળોએ આફતરૂપી વરસાદ વરસ્યો હતો. પાણી ભરાવાની સ્થિતિનું કેટલીય જગ્યાએ નિર્માણ થયું હતુ,.

Advertisement

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હમીરગઢ ગામના રેલવે અંડરપાસ માંથી ST બસ પસાર થતી વખતે વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી,આખી બસ પાણીમાં ડૂબતા ડ્રાઈવર કંડકટર બસની છત ઉપર ચઢી ગયા હતા,અને સ્થાનિક લોકોએ તેમને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Advertisement

હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામમાં વરસાદના પાણીએ રેલવે અંડરપાસમાં જમાવટ કરી હતી,જોકે આ માર્ગ પરથી એક ST બસને જીવના જોખમે બસ ચાલક અંડરપાસ માંથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો,જોકે આખી બસ અંડરપાસના પાણીમાં ડૂબી ગઈ હતી,અને બસના ડ્રાઇવર કંડકટર બસની છત ઉપર ચઢી ગયા હતા,આ ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવીને ડ્રાઈવર કંડકટરને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે બસમાં કોઈ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી,પરંતુ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારી હોવાની ફરિયાદો લોક મોઢે ઉઠવા પામી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!