અરવલ્લી જીલ્લા સહીત સમગ્ર ઉત્તરગુજરાતમાં શૈક્ષણિક નગરી અને સંસ્કારી નગરી તરીકે જાણીતા મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો થી યુવાનો વિદેશીદારૂ, બીયરના નશાના ખપ્પરમાં ખુંપી રહ્યા છે આ ઓછું હોય તેમ છેલ્લા બે વર્ષથી શહેરમાં સ્પા અને મસાજ પાર્લરનું ક્લચર શહેરના યુવાધનને બરબાદીના ગર્તામાં ધકેલાઈ રહ્યા છે સમગ્ર દેશમાં મોટાભાગના સ્પામાં મસાજ પાર્લરની આડમાં અનૈતિક દેહવેપારનો વેપલો ધમધમતો હોવાનુ જગજાહેર છે ત્યારે મોડાસા શહેરમાં સ્પાના જાહેરાતના મસમોટા હોર્ડિંગ્સ લાગતા રોડ પરથી પસાર થતાં બાળકો અને યુવાઓ કુતૂહલ પૂર્વક સ્પાની જાહેરાતના હોર્ડિંગ્સ સામે આંખો ટીકી ઉભા રહેતા રોડ પરથી પસાર થતા બુદ્ધિધન લોકો મોડાસા શહેરને કેટલાક લેભાગુ તત્ત્વો સ્પાના નામે યુવાધનને બરબાદીના પંથકમાં ધકેલી રહ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે
ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પામાં મસાજ પાર્લરની આડમાં થાઈલેન્ડ,નેપાળ,બર્મા અને પર પ્રાંતીય યુવતીઓ લાવી યુવકોને અને રંગીન મિજાજી લોકો પાસેથી પૈસા લઇ મજા કરાવતા હોવાનું ડંકાની ચોંટે ચર્ચાઈ રહ્યું છે મોડાસા શહેરમાં સ્પાની આડમાં મસાજ પાર્લરના નામે દેહવેપારનો ધમધમતો ધંધો અનેક અભ્યાસ કરતા યુવાનોને ચસ્કો લાગી ચુક્યો છે પૈસાદાર નબીરાઓ અને ગ્રાહકોને પૈસો લઇ મજા કરવા ઉભી થયેલ સ્પાની હાટડીઓ શહેરના યુવાઓનું ભાવિ અંધકારમય બનાવે તો નવાઈ નહીં…?? શહેરના અનેક યુવકો યુવાનીના જોશમાં એક વાર સ્પાની પગથિયું ચઢિ ગયા પછી તેની સોબતમાં બરબાદ પણ થઇ ચુક્યા છે ત્યારે જાહેરમાં લાગેલ સ્પાના હોર્ડિંગ્સથી અનેક પ્રકારની ચર્ચાઓ સાથે અટકળો ઉભી થઈ છે