શહેરા
ગુજરાતભરમા વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયા બાદ શહેરા તાલુકામા ધરતીપુત્રોને કાગડોળે રાહ જોવાડ્યા બાદ આખરે તાલુકામા મેઘરાજાએ પધરામણી કરતા ખેડુતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વરસાદને કારણે ડાંગરના ધરુને જીવતદાન મળ્યુ છે. જીલ્લામાં મુખ્ય પાક ગણાતાં ડાંગરના પાકના ધરુની રોપણીમાં જાંબુઘોડા પંથકના ખેડુતો વ્યસ્ત બન્યા છે. પાણી ભરેલા ખેતરોમાં ખેડુત પરિવારો ઉમંગ અને ઉત્સાહથી ડાંગરની રોપણી કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ આખરે પંચમહાલ જીલ્લામા મેઘરાજાએ બીજા રાઉન્ડ માટે પધરામણી કરી હતી. શહેરાનગર અને તાલુકામા સોમવાર મોડી સાંજથી વરસાદી વાતાવરણ જામ્યુ છે.વરસાદી વાતાવરણ જામતા ખેડુતોમા પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે. એકબાજુ ગ્રામીણ વિસ્તારમા ઘરુ નાખ્યા બાદ તેને રોપણી માટે વાવણી લાયક વરસાદની જરુર હતી,ત્યારે શહેરા પંથકમા મેઘમહેર થતા ખેડુતો હવે ડાંગરની રોપણીમા વ્યસ્ત બન્યા છે.જીલ્લામાં ડાંગરનો પાક મુખ્ય ગણવામાં આવે છે. ડાંગરના પાક માટે પહેલા ઘરું રોપવામાં આવે છે. અને ત્યારબાદ તે ઘર મોટું થયા બાદ તેને પાણી ભરેલા ખેતર જેને ચાયડા પણ કહેવામા આવે છે. તેમાં રોપવામા આવે છે. ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ખેડૂતો ડાંગરની ધરુની રોપણી પોતાના ખેતરમાં કરતા જોવા મળી રહ્યા છે. સાથે તેમના પરિવારના સભ્યો પણ જોડાઈ આ રોપવાની કામગીરી કરે છે. ડાંગરના પાકમા પણ હવે વિવિધ પ્રકારના બિયારણનો ઉપયોગ ખેડૂતો કરતા- થયા છે તેના કારણે પાકમા પણ વધુ અને સારું ઉત્પાદન મળે છે. શહેરા પંથકમાં આ ચોમાસાનો કુલ વરસાદ 313 મીમી નોંધાયો છે.