28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ પંચમહાલ : જીવોદારી સમાન પાનમડેમના ઉપરવાસમા વરસાદ થતા પાણીની નવી આવક 6648...

પંચમહાલ : જીવોદારી સમાન પાનમડેમના ઉપરવાસમા વરસાદ થતા પાણીની નવી આવક 6648 ક્યુસેક નોધાઈ

0
138

ગોધરા

ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં આવેલા વિવિધ જળાશયોમા પાણીની નવી આવક નોધાઈ છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમના ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાણીની નવી આવક નોધાઈ છે. પાનમનદી પણ આવેલા પાનમડેમ તેમજ હડફ ડેમમા પાણીની નવી આવક નોધાઈ છે. નવી આવક નોધાતા ખેડુતોમા પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાતમા પડેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમા પાણીની નવી આવક નોધાઈ છે.

 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના છેવાડે આવેલા કોઠા ગામ પાસે પાનમડેમના ઉપરવાસમા વરસાદ થતા પાણી ની નવી આવક નોધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર પાનમડેમનુ લેવલ 122.75 ફુટ નોધાયુ હતુ. 6648 ક્યુસેક જેટલી નવી આવક નોધાઈ હતી. સાથે સાથે મોરવા હડફ તાલુકાની હડફ નદી પણ આવેલા હડફ ડેમના ઉપરવાસ વરસાદ થતા ડેમમા પણ 5500 ક્યુસેક પાણીની નવી આવક નોધાઈ હતી. ડેમમા ધીમેધીમે આવક વધતા ખેડુતોમા ખુશી જોવા મળી રહી છે. પાનમ જળાશય યોજના મહિસાગર,પંચમહાલના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો માટે સિંચાઈનુ પાણી પુરુ પાડે છે. ખાસ કરીને ઉનાળુ અને શિયાળુ ખેત કરતા ખેડુતો માટે આ યોજના આર્શિવાદ સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!