28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગોધરા : મોરવા હડફ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોની મુલાકાતમાં ક્ષતિઓ,સંચાલકોને...

ગોધરા : મોરવા હડફ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોની મુલાકાતમાં ક્ષતિઓ,સંચાલકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી

0
117

પંચમહાલ જીલ્લામા આવેલી શાળાઓમા મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને મેનુ પ્રમાણે ભોજન આપવામા આવે છે. આ ભોજન કેટલાક શાળાઓમા સંચાલકો ઓછુ વતુ આપતા હોવાની બુમોના પગલે તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા વેજમા, વેડ ફળિયા,વાઢી ફળિયા,મુખ્ય પ્રાથમિક શાળા ડાંગરિયાની તપાસ કરવામા આવતા ક્ષતિઓ જોવા મળી હતી.સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ. ટી.મકવાણા પી.એમ. પોષણ યોજના અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા તથા તેઓની જિલ્લાની ટીમ દ્વારા મોરવા (હડફ) તાલુકાના પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. જેમા તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે માતરીયા વેજમા પ્રાથમિક શાળામાં સુખડીમાં લાભાર્થી બાળકોની સંખ્યા પ્રમાણે ૧૨.૧૦૦ કિ.ગ્રા. બનાવવા પાત્ર હતી પરંતુ બનાવેલી સુખડીનું વજન કરતાં ૬.૦૦૦ કિ.ગ્રા. હતું. આમ, ૬.૧૦૦ કિ.ગ્રા. સુખડી ઓછી બનાવી હતી ( વેડ ફળીયા પ્રાથમિક શાળા માતરીયા (વેજમા)માં સુખડીમાં લાભાર્થી બાળકોની સંખ્યા પ્રમાણે ૮.૮૪૦ કિ.ગ્રા. બનાવવા પાત્ર હતી. ૨.૮૪૦ કિ.ગ્રા. સુખડી ઓછી બનાવેલી હતી. વાઢી ફળીયા વર્ગ માતરીયા (વેજમા)માં સુખડીમાં લાભાર્થી બાળકોની સંખ્યા પ્રમાણે ૪.૬૫૫ કિ.ગ્રા. બનાવવા પાત્ર હતી પરંતુ બનાવેલી સુખડીનું વજન કરતાં ૨.૫૦૦ કિ.ગ્રા. હતું. આમ, ૨.૧૫૫ કિ.ગ્રા. સુખડી ઓછી બનાવેલી હતી. મુખ્ય પ્રાથમિક શાળા ડાંગરીયા. આમ પુરવઠા વિભાગની આકસ્મિક મુલાકાત દરમ્યાન ક્ષતિઓ જોવા મળી હતી. સાથે સાથે મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી દરમ્યાન શાળાના બાળકોને જમવાનું તથા નાસ્તો મેનુ મુજબ મળે છે કે કેમ ? તે અંગે વર્ગ ખંડમાં જઈ પૂછપરછ કરી ખાતરી કરવામાં આવી તેમજ નિયમ મુજબ સુખડી ન આપનારા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધર હતી.પુરવઠા વિભાગની આકસ્મિત ચેકીંગના કારણે મધ્યાહન ભોજન સંચાલકોમા પણ દોડધામ મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!