29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પ્રીત ચૌધરી શંકાસ્પદ મોત મામલો : મોડાસા ટાઉન પોલીસે 27 દિવસ પછી...

પ્રીત ચૌધરી શંકાસ્પદ મોત મામલો : મોડાસા ટાઉન પોલીસે 27 દિવસ પછી અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુન્હો નોંધ્યો

0
142

પોલીસે FSL રિપોર્ટ અને વિસેરા રિપોર્ટના આધારે હત્યાનો ગુન્હો નોંધી તપાસને તેજ કરી,મોડાસા ટાઉન પોલીસ અને જીલ્લા LCBનો હત્યાનો ભેદ ઉકેલવા ટીમ બનાવી 

મૃતક યુવકના પરિવારજનોએ પોલીસતંત્રની તપાસ અંગે હાલ પૂરતો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના અને તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ 27 દિવસ અગાઉ સાંજના સુમારે તત્ત્વ આર્કેડ કોમ્પ્લેક્ષ પાછળના ભાગમાંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રીત ચૌધરીના શરીરે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા પરિવારજનો તેમના પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે હત્યાનો ગુન્હો નોંધવા માંગ કરી રહ્યા હતા બીજીબાજુ પોલીસતંત્ર પેનલ પીએમ પછી એફએસએલ રિપોર્ટ અને વિસેરાના રિપોર્ટની રાહ જોઈ રહી હતી આખરે મોડાસા ટાઉન પોલીસે FSL રિપોર્ટ અને વિસેરા રિપોર્ટના આધારે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

કોલીખડના મૃતક યુવક પ્રીત ગિરીશભાઈ ચૌધરીનો FSL રિપોર્ટ અને વિસેરા રિપોર્ટમાં આંતરિક ઈજાઓથી મોત નીપજ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બુધવારે સાંજે મૃતક યુવકના પરિવારજનો અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને મૃતક યુવકના મોત અંગે હત્યાનો ગુન્હો નોંધવામાં આવેની માંગ કરતા પોલીસે પળનો વિલંબ કર્યા વગર અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે 27 દિવસ પછી હત્યાનો ગુન્હો નોંધતા મૃતક પ્રિત ચૌધરીના માતા-પિતા પરિવારજનો અને સગા-સંબંધીઓ અને સામાજીક અગ્રણીઓએ પોલીસતંત્રની કામગીરી સામે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!