33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગ્લૂ ટ્રેપ વેચતા વેપારી સામે ગુજરાતમાં સૌપ્રથમ ગુન્હો નોંધાયો : મેઘરજના કરિયાણાના...

ગ્લૂ ટ્રેપ વેચતા વેપારી સામે ગુજરાતમાં સૌપ્રથમ ગુન્હો નોંધાયો : મેઘરજના કરિયાણાના વેપારી દિનેશ કુમાવતની અટકાયત

0
165

રાજ્યમાં ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફ્સાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ(ગુંદરયુક્ત ફંસો) પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાનો ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતમાં રીટ થઈ હતી ગુજરાતમાં ગ્લૂ ટ્રેપ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસે ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા મેઘરજ નગરમાં કરિયાણાની દુકાનમાં ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા વેપારીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગુજરાતમાં ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે સૌપ્રથમ મેઘરજ પોલીસે ગુન્હો નોંધતા જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

 

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે સોશ્યલ મીડિયા મારફતે વેપારીઓને પ્રતિબંધિત ગ્લૂ ટ્રેપ વેચાણ નહીં કરવા તાકીદ કરી હતી તેમ છતાં અનેક દુકાનોમાં ગ્લૂ ટ્રેપ ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે મેઘરજ PSI રાજપૂતે બસ સ્ટેન્ડ સામે આવેલ ગોલ્ડન પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ શિવશક્તિ કિરાણા સ્ટોર્સ નામની દુકાનનો વેપારી દિનેશ ગોપાલ કુમાવત ગ્લુ ટ્રેપ વેચાણ કરતો હોવાની બાતમી મળતાં તાબડતોડ કરિયાણાની દુકાનમાં ત્રાટકી ગ્લૂ ટ્રેપનો જથ્થો જપ્ત કરી વેપારી ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મેઘરજ પોલીસે ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને ગ્લુ ટ્રેપનો જથ્થો સગેવગે કરી દીધો હતો

ખૂબ જ દયનીય રીતે ઉંદર સહિતનાનું મૃત્યુ થાય છે

ગ્લુ ટ્રેપ ઉપર ઉંદર, ખિસકોલી, પક્ષીઓ વગેરે ચોંટી જાય છે. જેથી તેઓ ભૂખ, તરસથી રીબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા, તેઓ પોતાના જ અંગોને બચકાં ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે. ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960ના સેક્શન 11 પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને અટકાવે છે. જે પણ નાનું પ્રાણી બ્લુ ટ્રેપની સરફેસ ઉપર ચોંટે છે, તે હલી પણ શકતું નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!