28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 12.93 લાખના દારુ સાથે 40.88 લખાનો મુદ્દામાલ...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 12.93 લાખના દારુ સાથે 40.88 લખાનો મુદ્દામાલ ઝડપ્યો, ટ્રક ડ્રાઈવર જેલમાં

0
121

ટ્રકમાં ભરેલ વિદેશી દારૂ સુનિલ નામનો બુટલેગર ગુજરાતમાં લોકેશન મોકલે તે સ્થળે ટ્રક પહોંચાડી સ્થાનિક બુટલેગરને દારૂ ભરેલ ટ્રક આપવાનો હતો

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલ પ્રોહિબિશનની સખ્ત અમાલવારી માટે કટિબદ્ધ હોવાથી દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી રહી છે અણસોલ નજીક વિદેશી દારૂની બોટલ પર લગાવવાના વિવિધ બ્રાન્ડના સ્ટીકર ભરેલ ખોખાની આડમાં ઘૂસાડાતો 12.93 લાખના વિદેશી દારૂ સહિત 40.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવર ખેપિયાને દબોચી લીધો હતો

શામળાજી PI એસ.કે.દેસાઈ અને PSI એન.એસ.બારા તેમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ અને ચેકિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવા નીકળ્યો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટી માત્રામાં પૂંઠાના બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-6672 કિં.રૂ. 1293120/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક અજય શીંભુ મેઘવાલને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક,મોબાઈલ સહિત મુદ્દામાલ મળી કુલ રૂ. 40.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુનિલ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!