asd
31 C
Ahmedabad
Sunday, November 3, 2024

ગોધરા : SMC ત્રાટકી કૃષ્ણનગર સોસાયટીમાં ધમધમતા ક્રિકેટ સટ્ટા બેટીંગ નેટવર્કનો પર્દાફાશ ,ત્રણને દબોચ્યા


ગોધરા

Advertisement

પંચમહાલ જીલ્લાનુ વડુમથક ગોધરામાં ક્રિકેટ સટ્ટા રમાડતા હોવાની ઘટનાઓ ભુતકાળમા પણ બની છે. પંચમહાલ પોલીસ દ્વારા આ મામલે રેડ કરીને બુકીઓને પણ ઝડપયા છે. ત્યારે ફરી એકવાર ભુરાવાવ વિસ્તારમા ચાલતી એક સોસાયટીમા ચાલતા ક્રિકેટ સટ્ટાના બેટીંગ નેટવર્ક પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડ્યા હતા.જેમા ત્રણ જેટલા ઈસમો ઝડપાઈ ગયા હતા, ટીમે ઈલેક્ટ્રોનિક સાધનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

 

Advertisement

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરાના ભુરાવાવ વિસ્તારના કૃષ્ણનગર સોસાયટીના એક મકાનમાં ક્રિકેટનુ સટ્ટાબેટીગ ચાલી રહ્યુ હોવાની વિગત સ્ટેટ વીજીલીન્સની ટીમને મળી હતી. આ મામલે ટીમ દ્વારા રેડ કરવામા આવતા કિક્રેટ સટ્ટાબેટીંગ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને ઝડપી પાડવામા સફળતા મળી હતી. એસએમસીની ટીમ દ્વારા 4.62 લાખ રૂપિયા મુદ્દમાલ સાથે ઝડપી પાડી ત્રણેય સામે શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રેડ દરમિયાન SMCની ટીમે 23 મોબાઈલ ફોન, 01 લેપટોપ, 03 વાહનો, ઈન્ટરનેટ કનેક્શન માટે માટે લગાવામાં આવેલું રાઉટર, 03 ટેલિવિઝન અને 01 ટેબલેટ, DVR મળી કુલ 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . ઝડપાયેલા ઈસમોમાં(1) વિનોદ વાસુદેવ મુલચંદાની, (2)નિતીન દિલીપભાઈ ખેમનાની, (3) કમલેશ મોહનલાલ અસનાનીનો સમાવેશ થાય છે.
આ તમામ સામે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમા સટ્ટા બેટિંગમાં સંડોવાયેલા અન્ય 8 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!