ગોધરા
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે શિવ મંદિરોમાં ભાવિક ભક્તો પણ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરનોઅનોખો મહિમા છે.શ્રાવણના પ્રથમ દિવસે અને સોમવારે ભાવિકો ઉમટાયા હતા,દર્શન કરીને ધન્યતા અનૂભવી હતી.
શ્રાવણના પ્રથમ સોમવારે શહેરા તાલૂકાના પાલીખંડાના મરડેશ્વર મહાદેવ ખાતે ભાવિકોનૂ ઘોડાપર ઊમટ્યુ હતુ.એક દંતકથા અનુસાર પુરાતનકાળમાં અહીં આવેલી શિવપૂરી નગરી ( હાલનું શહેરા)ના કેટલાક બ્રાહ્મણો ચિંતામણી પાતાળેશ્વર ના શિવલિંગને મરડ માટીમાંથી બનાવી રહ્યા હતા. તે સમયે અહીં કેટલાક ઋષિમુનિઓ પસાર થતા હતા તેમને આ બનાવી રહેલા શિવલિંગને પાણીની અંજલિ છાંટતા એકલિંગ બન્યું જે પાછળથી મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું આ શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાથી મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.શ્રાવણ મહિનામાં અહીં ભકતોનું ઘોડાપૂર ઊમટે છે. જન્માષ્ટમી નો મેળો ભરાય છે મંદિરમાં વિવિધ યજ્ઞો થતા રહે છે શ્રાવણની અમાસે મહાપૂજાનું આયોજન થાય છે. ભક્તો અહીં મરડેશ્વર મહાદેવ ના શિવલીંગને જલાભિષેક, દુધ,બિલીપત્ર,ફળ અને ફૂલ ચઢાવે છે વધુમાં આ મંદિર સાથે બીજી એક કિવદંતી જોડાયેલી છે જે અનુસાર દર વર્ષે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે અને વધતું વધતું છે મંદિરની છત ઉપર અડી જશે ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે.