અરવલ્લી જીલ્લામાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અમદાવાદના દંપતિની બાઇકને ટ્રક-ટ્રેલરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અમદાવાદનું દંપતિ દાવલી ગામે મહેમાન ગતિ માણી પરત જતા કાળ ભરખી ગયો હતો વધુ એક અકસ્માત વોલ્વા નજીક સર્જાયો હતો મેઘરજ તરફથી આવતા બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઇડર કૂદાવી બસ સાથે ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અન્ય એક ઇજાગ્રસ્ત યુવકને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયો હતો મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અમદાવાદના શનિદેવ મંદિર નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અવિનાશ રાજેશભાઈ બારોટ નામનો યુવક તેની પત્ની સાથે બાઇક લઇ મોડાસાના દાવલી ગામમાં રહેતા મામાના ઘરે આવ્યા હતા મામાના ઘરે મહેમાનગતિ માણી સોમવારે સાંજના સુમારે અમદાવાદ પરત ફરતાં ગઢડાકંપા નજીક દંપતિના બાઇક પર કાળ બની ત્રાટકેલા ટ્રક-ટ્રેલરે અડફેટે લેતા બાઇક ચાલક અવિનાશ ભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું તેમના પત્ની ક્રિષ્નાબેન બારોટના શરીરે ગંભીર ઈજાઓ પહોચતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી તાબડતોડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા સારવાર કારાગત નીવડે તે પહેલા ક્રિષ્નાબેને દમ તોડી દેતા પરિવાર પર આભ તુટી પડયું હતું અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટ્રક-ટ્રેલર ચાલક અકસ્માત સ્થળ નજીક ટ્રક-ટ્રેલર મૂકી ફરાર થઈ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા