અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી શ્રમિક પરિવારની સગીરા જંગલમાં બકરા ચરાવવા જતા ગાય વાછરડા ગામનો 23 વર્ષીય સંદીપ નરસિંહ ફનાત નામનો યુવક સગીરા એકલી હોવાથી રોડ નજીક ઘાસના ખેતરમાં ખેંચી લઇ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો જે અંગે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધતા આ અંગે મેઘરજ પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પીઆઈ કે.એસ.પટેલે દુષ્કર્મી આરોપી સંદીપ નરસિંહ ફનાત ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જે અંગે પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે
મેઘરજ તાલુકાના ગાય વાછરડા ગામના સંદીપ નરસિંહ ફનાત નામના યુવકે 4 સપ્ટેમ્બર 2023ના સાંજના સુમારે ગ્રામ્ય વિસ્તારની જંગલમાં બકરા ચરાવવા ગયેલી એક સગીરાને એકલતાનો લાભ લઇ રોડ સાઈડ ઘાસના ખેતરમાં ખેંચી જઈ બળાત્કાર ગુજારી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી આ અંગે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે દુષ્કર્મીને દબોચી લીધો હતો જે અંગેનો પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ દિનેશ.એસ.પટેલે ધારદાર રજૂઆત અને પુરાવાના આધારે એડી.સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એચ.એન.વકીલે નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારતા દુષ્કર્મી આરોપીના મોતિયા મરી ગયા હતા દુષ્કર્મનો ભોગ બનેલ પીડિતા અને તેના પરીવારે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો