ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં અન્યાય થયો હોવાના અહેસાસ સાથે ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં ,વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી,CBRT પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા ઉમેદવારોની માંગ
ગુજરાતમાં સરકારી નોકરી માટે લેવામાં આવતી પરીક્ષાઓ સતત વિવાદિત બની રહી છે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને આજે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે. અત્યાર સુધીમાં 300 જેટલા ઉમેદવારોની અટક કરવામાં આવી છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉમેદવારોનું આંદોલન તેજ થયુ છે. ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો છે. તેમજ વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી છે. ઉમેદવારોની CBRT પદ્ધતિ રદ્દ કરવાની માગ છે. બેઠકો વધારવી, પરિણામ જાહેર કરવાની માગ પણ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉગ્ર આંદોલનના 30 કલાક બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી છે. 25 ગણા ઉમેદવારના પરિણામ આવતીકાલે જાહેર કરી શકે છે. આ પહેલાં 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. બીજીતરફ સરકારે 9 તારીખે પરિક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની હૈયાધારણા આપી છે, જોકે, ઉમેદવારો આજે જ યાદી જાહેર કરો તેવી માંગ કરી રહ્યા છે.વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મુકત કરવાની માગ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ જણાવ્યું છે કે અમે અમારો હક માગી રહ્યા છીએ. અમારા જ માર્ક્સ અમને બતાવવામાં શું વાંધો છે. ગેરરીતિ કરવી હોય તો પરીક્ષા શું કરવા લો છો. પરીક્ષા લેવાઈ તો માર્ક્સ કેમ ના બતાવાય. ફોરેસ્ટ ગાર્ડની ભરતીની જગ્યા વધારવા માગ કરવામાં આવી રહી છે. તેમજ પરીક્ષાના માર્ક જાહેર કરવા ઉમેદવારોની માગ છે. ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.