ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા ધનરાજ જ્વેલર્સમાથી નોકરી કરતી યુવતીએ સવા કરોડ જેટલા સોનાના દાગીના ચોરી મામલે ગોધરા શહેર એ- ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાયો હતો. પોલીસ તપાસમા ચોકાવનારા ખુલાસા થયા હતા. જેમા યુવતીના બોયફ્રેન્ડ દ્વારા સોનાના દાગીના ગિરવે મુકીને વ્યાજે પૈસા લીધા હોવાની વિગત બહાર આવી હતી. પોલીસે આ મામલે પત્રકાર પરિષદ યોજીને માહીતી આપી હતી.
ગોધરા શહેરના એલઆઈસી રોડ પર હિંમાશુભાઈ અડવાણી પોતે ધનરાજ જ્વેલર્સ નામની દુકાનમા નોકરી કરતી અનુષ્કા પારવાણી નામની યુવતીએ સોનાની 16 નંગ ચેઈન, સોનાની બંગડીઓ 49 ના દાગીનાની ચોરી કરી હતી.જેમા તપાસ દરમિયાન યુવતીએ ધાનકાવાડ ખાતે રહેતા બોયફ્રેન્ડ નીતેશ લીલારામ ઠાકવાણીને આપી દીધા હતા. કુલ 1,26,10,000 કરોડની કિંમતના ઘરેણાની ચોરી થતા ગોધરા શહેર એડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોધાઈ હતી,પોલીસ તપાસમા બોયફ્રેન્ડ નીતેશ એક પેઢી અને ફાઈનાન્સ કંપની પાસે પેઢી ચોરી કરેલા ઘરેણા મુકીને લોન અને વ્યાજે પૈસા લીધા હોવાની વિગત બહાર આવી હતી,જેમા ગોધરા શહેરની પારસ શ્રોફ નામની પેઢીના વેપારી ચીન્ટુ શાહે સામે ચાલીને નીતેશ ઠાકવાણી દ્વારા ગીરવે મુકવામા આવેલા સોનાના 17,45,900 લાખ રુપિયાના સોનાના દાગીના પોલીસ મથકે રજુ કર્યા હતા. જ્યારે અન્ય સોનાના દાગીના ગોધરા ખાતે આવેલી મુથુટ ફાઈનાન્સ કંપનીમા ગીરવે મુકીને 42,00000 લાખ જેટલી માતબર રકમની લોન લીધી હતી. આ મામલે પોલીસ દ્વારા કંપનીને રીપોટ મોકલીને તજવીજ હાથ ધરી છે. આ મામલે આરોપી યુવતીને જ્યુ કસ્ટડીમા મોકલી આપી છે.તેના જામીન પણ ના મંજુર થયા છે. હજી મુખ્ય આરોપી નીમેશ પોલીસ પકડથી બહાર હોવાથી તેને પકડવાના ચક્રો ગતિમાન થયા છે.