ટીંટોઈ થી કુશ્કી રોડ ઉપર ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર મેશ્વો કેનાલમાં ખાબક્યું હતું. ખેતરમાંથી પશુઓ માટે ઘાસચારો લઈ આવી રહેલ ટ્રેક્ટર માં પતિ પત્ની અને પુત્ર સવાર હતા ચાલક પતિએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર મેશ્વો કેનાલમાં ખાબક્યું હતું. અકસ્માતમાં ચાલકની પત્ની સંગીતાબેન રામાભાઇ પ્રજાપતિ ઉંમર વર્ષ ૬૦ ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા મહિલાને મૃત જાહેર કરાઈ હતી. અકસ્માતના સમાચારના પગલે ઘટના સ્થળ પર લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં કુશ્કીની મહિલાનું મોત નીપજતા કુશ્કી ગામમાં ગમગીની છવાઈ હતી. અકસ્માતની જાણ ટીંટોઇ પોલીસ સ્ટેશન ખાતે કરાઈ હતી.