asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

અરવલ્લી : મોબાઈલના ગ્રે માર્કેટ તરીકે દેશ-વિદેશમાં પંકાયેલ મોડાસા,બિલ વગરના 28 મોબાઈલ SOGએ જપ્ત કર્યા


મોડાસા શહેરમાં લંડન થી લઇ જાપાન સહિત વિશ્વભરના આઇફોન અને મોંઘાદાટ મોબાઈલ સહેલાઇથી મળી રહે છે ,મોબાઈલના કેટલાક વેપારીઓએ વિદેશમાં મોબાઈલ સપ્લાય માટે કેટલાક યુવાનોને નોકરી રાખ્યા હોવાની ચર્ચા

Advertisement

મોડાસા શહેરમાં દરરોજ 50 લાખથી વધુના બિલ વગરના મોબાઈલનું વેચાણ અને અન્ય રાજ્યમાં સપ્લાય થતાં હોવાનું જગજાહેર છે

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આઇકોનિક બસ પોર્ટ સામે આવેલ કોમ્પલેક્ષમાં અને આજુબાજુના વિસ્તારમાં આવેલ મોબાઇલની દુકાનોમાં કેટલાક વેપારીઓ મોબાઈલની લે-વેચને લઈ જાણીતા છે. ચોરીના મોબાઈલથી માંડી મોબાઈલના ઈએમઆઈ નંબરના લોક તોડવાના ગુનાઓને લઈ નગરનું મોબાઈલ માર્કેટ સમગ્ર દેશમાં કુખ્યાત બન્યું છે કેટલાક રાજયોની પોલીસની આ માર્કેટમાં મુલાકાત અને આક્ષેપિતોની ધરપકડની અનેક ઘટનાઓ ભૂતકાળમાં નોંધાઈ છે.મોબાઈલ બજારમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરતા વેપારીઓ અન્ય રાજ્યની પોલીસના ખીસ્સા લાખ્ખો રૂપિયાથી ગરમ કરી ધરપકડથી બચી રહ્યા છે

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસે મોડાસા માર્કેટયાર્ડ નજીક આવેલ અર્જન્ટ મોબાઈલ દુકાન આગળ ઉભેલ એક શખ્સ પાસેથી 10 મોબાઈલ અને મોડાસા ચાર રસ્તા નજીક આવેલ અર્જન્ટ મોબાઈલ રિપેરીંગ દુકાનમાંથી બિલ વગરના 18 મોબાઈલ સાથે રૂ.2.11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમો ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા એસઓજી ઇન્ચાર્જ પીએસઆઇ ગૌરાંગ ચૌધરી અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલીંગ હાથધરતા માર્કેટયાર્ડના ગેટ નજીક આવેલ અર્જન્ટ મોબાઈલ દુકાન આગળ એક યુવક બિલ વગરના મોબાઈલ લઇને ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પંહોચી મોહંમદ તલ્હા હનીફ સિંધવા (રહે,સહારા સોસાયટી,મોડાસા)ને દબોચી લઇ તેની પાસે રહેલા બિલ વગરના 1.20 લાખના 10 મોબાઈલ જપ્ત કરી અન્ય એક ચાર રસ્તા પર આવેલ અર્જન્ટ મોબાઈલ રિપેરીંગ દુકાનમાંથી બિલ વગરના રૂ.91500/-ના 18 મોબાઈલ બિલ વગરના જપ્ત કરી મુસ્તુફારજાક મોહંમદસફી વોરા (રહે,મોટી વોરવાડ,મોડાસા)ને ઝડપી પાડી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા એસઓજી દ્વારા બિલ વગરના મોબાઈલ સાથે ઝડપાયેલ બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં મોડાસાના નામચીન મોબાઈલ માર્કેટમાં સન્નાટો છવાયો હતો. પોલીસ રેડ જોઈ અનેક લેભાગુ વેપારીઓએ બિલ વગરના મોબાઇલનો જથ્થો સગેવગે કરી દીધો હતો મોડાસા શહેરમાં દરરોજ 50 લાખથી વધુના બિલ વગરના મોબાઈલનું વેચાણ અને અન્ય રાજ્યમાં સપ્લાય થતાં હોવાનું જગજાહેર છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!