asd
32 C
Ahmedabad
Friday, September 20, 2024

પંચમહાલ : સરકારી વિનયન-વિજ્ઞાન કોલેજ મોરવા હડફ દ્વારા IBM ઇન્ટરનેશનલ બિઝનેસ કપંની સાથે MOU કરાયા સાયબર સિક્યુરિટી આર્ટિફિશિયલ જેવા વિષયોનું શિક્ષણ અપાશે

Advertisement

 

Advertisement

પંચમહાલ જીલ્લામાં મોરવા હડફ તાલુકામાં આવેલ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે એમઓયુ દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં સાયબર સિક્યુરિટી આર્ટિફિશિયલ જેવા વિષયોમાં તજજ્ઞો દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય ઓનલાઇન માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં આજે આઈટી ક્ષેત્રમાં જબરદસ્ત ક્રાંતિ છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળેલ છે. આઇટીની આ દોડમાં ભારત પણ ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટ સાથે સૌ અન્ય દેશો સાથે તાલ મિલાવીને ચાલી રહ્યું છે. ત્યારે જે રીતે આઈટીના સાધનો વિકસતા ગયા તેમ તેમ તેની સાથે તેને ચલાવવા મેનપાવર અને ગુપ્તતા છેતરપિંડી જેવા બનાવો ઓછા બને તે માટે પણ એક અલગથી તાલીમ માટેનું ક્ષેત્ર ખુલ્યું છે.

Advertisement

 

Advertisement

 

Advertisement

આજે સૌથી વધારે જાગૃતતા કેળવવાની જરૂરિયાત હોય તો તે સાયબર સિક્યૉરિટી માટે તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આવનાર સમયમાં અગત્યનો ભાગ ભજવે તેમાં કોઈ શંકા નથી. આજનો યુવાન આ બંને બાબતોથી કદાચ અજાણ હોય છે તે વસ્તુને ધ્યાનમાં રાખીને તેને સાયબર સિક્યુરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં જરૂરી જ્ઞાન મેળવે અને તેનો ઉપયોગ કરતા પણ શીખે તેના આધારે એ રોજગાર પણ મેળવે તે હેતુથી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે એમઓયુ દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં સાયબર સિક્યુરિટી આર્ટિફિશ્યલીટીર્સ જેવા વિષયોમાં તજજ્ઞો દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય ઓનલાઇન માધ્યમથી કરવામાં આવ્યું હતુંજે અંતર્ગત વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત મેળવીને IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની કંપની છે. તેના તરફથી પ્રમાણપત્ર મેળવશે અને જે રીતે તેઓ ઓનલાઈન પર કોષ પૂર્ણ કરશે તે રીતે તેને વ્યવસાય મેળવવા માટે IBMની કંપની મદદરૂપ થશે વિદ્યાર્થીના ઉજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આચાર્ય ડોક્ટર કેજી છાયાએ આ તમને વધાવી લઈ અને એમઓયુ કરેલ છે. આ વખતે કંપનીના અધિકારી ગણ તથા કોલેજના અધ્યાપક હાજર રહ્યા હતા આવનાર સમયમાં આ એમઓયુ દ્વારા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીઓને એક નવા ક્ષેત્રમાં જ્ઞાન આપવા અને વ્યવસાય પસંદ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!