વર્ષ 1993માં સયુંકત રાષ્ટ્ર સંઘે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો વિશ્વભરની સરકારોએ વિશ્વની સ્વેચ્છીક સંસ્થાઓ સામાજિક સંગઠનો વિશ્વન ના આદિવાસી સમુદાયોની સંસ્કૃતિની વિવિધતા અને આગવી ઓળખ ઉજાગર કરવાના ઉમદા આશય સાથે વૈશ્વિક સમસ્યાઓ પૈકીની એક મુખ્ય પ્રકૃતિ પર્યાવરણ તેમજ આદિવાસી સમાજના અધિકાર અપાવવા તેમની સમસ્યાઓની ગરીબ શિક્ષણ બેરોજગારી તથા ભાષા સંસ્કૃતિ અને ઈતિહાસના રક્ષણ માટે તેમજ આદિવાસીઓના મૂળભૂત અધિકારોને માહિતગાર થઇ તેના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબંધ બને તેજ ઉદેશ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અરવલ્લી જીલ્લા પંચયાત પૂર્વ પ્રમુખ અને આદિવાસી સમાજના લડવૈયા યુવા અગ્રણી રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આદિવાસી સમાજના વણ ઉકેલ્યા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામા આવેની માંગ કરી હતી પત્રમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકાર આદિવાસી સમાજ પ્રત્યે ઓરમાયુ વર્તન કરી રહી છે અનેક પડતર પ્રશ્નો જેવા કે, (૧) ખોટા આદિવાસી પ્રમાણ રદ કરવા (૨) વિશ્વ આદિવાસી દિન નિમિતે રજા જાહેર કરવી.(૩) વન અધિનિયમ હેઠળ વર્ષોથી જંગલની જમીનનો ભોગવટો હોય તેને જંગલ જમીન (સનદ)આપવી -(૪) કુંડોલપાલ મસોતાપાલ નાનીઝાંઝરી નો ખાણ ખનીજ નો પ્રોજેકટ રદ કરવો. (૫)પૈસા એક્ટ અનુસુચી પઅને ૬ નો અમલીકરણ કરવું રૂઢિચુસ્ત ગ્રામ સભાનું અમીલીકરણ કરવું. જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારમાં અવાર-નવાર રજૂઆત કરી છે આગામી સમયમાં આદિવાસી સમાજની વિવિધ માંગણીઓ નહિ સંતોષાય તો ના છુટકે ગાંધીચિંધ્યા માંગે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી હતી