અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી આંતરરાજ્ય સરહદો પરથી થતી અસામાજીક પ્રવૃત્તિઓ પર પોલીસ રોક લગાવવામાં મહદઅંશે સફળ રહી છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડતા બુટલેગરો મરણિયા બન્યા છે શામળાજી પોલીસની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આવેલ સરહદો પર વાહનોનું રાઉન્ડ ધી ક્લોક સઘન ચેકિંગ હાથધરી વિવિધ વાહનો મારફતે ઠલવાતા વિદેશી દારૂને ઝડપી પાડી બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવી રહી છે
શામળાજી પીઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા બોરનાલા તરફથી મહિન્દ્રા XUV ગાડીમાં વિદેશી દારૂ ભરી આવતો બુટલેગર પોલીસ જીપ જોઈ ગાડી ઉભી રાખી રિવર્સ કરી પરત રાજસ્થાન તરફ હંકારી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર દારૂ ભરેલી ગાડી રોડ સાઈડ ઉભી રાખી ઝાડી-ઝાંખરામાં ફરાર થઈ ગયો હતો પોલીસે XUV ગાડીની અંદર સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-849 કિં.રૂ.139965/- સહિત રૂ.6.39 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ગાડી ચાલક અજાણ્યા બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા