ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ગુજરાત રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકોમાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરી, પી.આઈ એચ.પી.ગરાસીયા, ધારાસભ્ય પી.સી.બરંડા, અરવલ્લી જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નીલાબેન મડીયા, જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પુર્વ સરપંચ મનોજભાઈ પટેલ, સામાજીક કાર્યકર કિર્તીભાઈ બારોટ, રામઅવતાર શર્મા, વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો, યુવાનો સહિત વેપારીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી.ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા થકી અરવલ્લી જિલ્લામાં આઝાદીની ઉજવણીને યાદગાર બનાવી પ્રજાજનોમાં દેશ પ્રેમની ભાવના ઉજાગર થાય અને જિલ્લામાં દેશપ્રેમનું વાતાવરણ સર્જાય તે માટે આ તિરંગા યાત્રામાં જનતા સ્વયંભુ જોડાઈ રહી છે.