બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા આયોજિત ગાંધીનગરની શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જે શિક્ષકો સ્કૂલમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હોય અને જેમને પ્રતિભાશાળી તેમજ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભિલોડા તાલુકાના કાગડા મહુડા પ્રાથમિક શાળાના શિક્ષક મનસુરી શોએબ. એચ (ભિલોડા) જે શાળામાં શ્રેષ્ઠ 10 વર્ષથી કામગીરી કરી તેનો પ્રતિભાશાળી એવોર્ડ અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ છે.સતત બાળકોના હિતમાં અને નવી ટેકનોલોજીથી માહિતગાર કરી બાળકોનું નવા વિચારો તરફ લઈ જવાનું શુભ કાર્ય કર્યું છે. વિદ્યોત્તેજક એવોર્ડથી સન્માનિત કર્યો છે જેથી હું હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવું છું અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ , મહેસાણા આયોજિત નરેશભાઈ દવે અને પુલકિતભાઈ જોશીનો આભાર વ્યક્ત કરૂ છું.
અરવલ્લી : ભિલોડાની કાગડામહુડા પ્રાથમિક શાળાના શિક્ષક નું વિદ્યોત્તેજક એવોર્ડ દ્વારા સન્માન
Advertisement
Advertisement