અરવલ્લી જિલ્લા એસપી શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ હાથધરી નાના મોટા વાહનો મારફતે થતી વિદેશી દારૂની ખેપને નિષ્ફળ બનાવવા સતત પ્રયત્નશીલ બન્યું છે. શામળાજી પોલીસે અણસોલ ચેક પોસ્ટ નજીકથી સફેદ પાવડર ની આડમાં સંતાડીને ધુસાડાતો ૫.૪૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શામળાજી પીઆઈ એસ. કે.દેસાઈ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતાં શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન તરફરથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી શામળાજી થઈ ગુજરાતમાં ઠાલવાવનો હોવાની બાતમી મળતા શામળાજી પોલીસે સતર્ક બની બાતમી આધારિત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં સફેદ પડવાર ની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૧૭ કુલ બોટલ ક્વાર્ટર ટીન નંગ-૩૨૨૮ કુલ કિંમત રૂ.૫,૪૩,૬૩૬/- થતા મોબાઈલ ફોન.નંગ-૧ જેની કિંમત રૂ.૨૦૦૦/- તથા ટાટા કંપનીની ટ્રક ગાડીની કિંમત રૂ.૮,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દમાલ કિંમત રૂ.૧૩,૪૫,૬૩૬/- નો મુદ્દામાલ ઝપ્ત કરી ટ્રક ચાલક બુટલેગર ભવરસિંહ ભૈરૂસિંહ જાતે.રાવત રહે.ખલીયા .તા કરેડા જી.ભીલવાડા રાજસ્થાન ને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.