અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ જુના ભવનાથમાં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વન વિભાગ અને સામાજિક વનીકરણ રેન્જ ભિલોડા દ્વારા એક પેડ માં કે, નામ અભિયાન તેમજ પંચરત્ન ગ્રામ વાટિકા મોડલ અંતર્ગત વૃક્ષોના ૫૧ રોપા, પાંજરા લગાવી શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર પરિસર તેમજ મંદિર તરફ આવવાના રસ્તાની આજુ-બાજુ વડ, પીપળ, પીપળો, ઉમરા જેવા આધ્યાત્મિક મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર, જુના ભવનાથના સંતો-મહંતો સ્થાનિક આગેવાનો, ભિલોડા રેન્જ ફોરેસ્ટર અધિકારી આર.આર ડામોર, એ.કે.જોષીયારા, ઈ. ફોરેસ્ટર આર.બી.બામણીયા, ફોરેસ્ટરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ચોમાસાની સિઝન દરમિયાન વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.