આજ રોજ તારીખ 15/ 08/2024 ઘાંચી હાઈસ્કૂલ મોડાસા ખાતે જનાબ ઇકબાલહુસેન મ.હબીબ ઇપ્રોલિયા ( વેલ્ડિંગ વાળા), ( ડિરેક્ટર સર્વોદય સહકારી બેંક લિમિટેડ) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ સુથાર (રાજાબાબુ), સેક્રેટરી મો.હનીફ સિધવા, ઉપપ્રમુખ અ.રજજાક જી. ખાનજી, જો.સેક્રેટરી રહીમભાઈ બાંડી, અને ટ્રસ્ટી ઈશાકભાઈ ઉપાદ કારોબારી સભ્યોમાં શઈદભાઈ ભૂરા, ઉસ્માનભાઈ સુથાર, સલીમભાઈ બાંડી, સલીમભાઈ સુથાર, સલીમભાઈ મનવા, અબ્દુલ રહીમ સાબલિયા, સલીમભાઈ ખાનજી હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન ઇક્બાલ હુસેન્ તરફથી સંસ્થાને શાળામાં કંઇપણ જરૂરિયાત હોય તો તે પૂરી કરવાનુ જણાવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાને રૂપિયા 21000 નું દાન આપ્યુંભવિષ્યમાં ગમે ત્યારે પણ સંસ્થાને મદદરૂપ થવા જણાવ્યું.એનાઉન્સર તરીકે શાળાના શિક્ષિકા મુસ્તકીમાબેન એમ. લીમડા દ્વારા જવાબદારી નિભાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઈર્શાદહુસેન કાજી, સોહીલ મલેક, કન્વીનર રીયાજભાઈ બાયડીયા શિક્ષક અબ્દુલ કાદિરની દોરવણી હેઠણ કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનોનો શબ્દોથી સ્વાગત નહેદાબેન અને આભારવિધિ આફરિન બેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાનો તમામ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો. અને અંતે બાળકોને અલ્પાહાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.
અરવલ્લી : ઘાંચી હાઈસ્કૂલ, મોડાસા ખાતે 78 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
Advertisement
Advertisement