બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગાંધીનગર વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે શિક્ષકે સ્કૂલમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હોય અને જેમને પ્રતિભાશાળી તેમજ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ શિક્ષકોનો સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાયરા પૂર્વ સી.આર.સી હાલ કુણા પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક કિરીટકુમાર.એમ. પટેલ ને આ એવોર્ડ થી બેચરાજીના ધારાસભ્ય ડોક્ટર સુખાજી ઠાકોરના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા સતત બાળકોને નવી ટેકનોલોજી દ્વારા માહિતગાર કરી બાળકોના નવા વિચારો તરફ લઈ જવાનું શુભ કાર્યે કર્યું છે અને જેથી હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવું છું અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત નરેશભાઈ દવે અને પુલકીતભાઈ જોશીનો તેમજ તેમની સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.