ભિલોડા,તા.૧૬
ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાની મહિલા પાંખની બહેનો ધ્વારા પ્રતિ વર્ષની પરંપરા મુજબ ભિલોડા વિસ્તારની વિવિધ સંસ્થાઓમાં પહોંચી ભાઈ – બહેનના પવિત્ર સ્નેહ, સંબંધ સ્વરૂપે રાખડી બાંધી સમાજ વ્યવસ્થામાં ભાઈ – બહેનના અલૌકિક પ્રેમ – સંબધના તાણાવાણા ગૂંથવાનો નમ્ર પ્રયાસ કરે છે.
ભિલોડા ભારત વિકાસ પરિષદના ભાઈ – બહેનોએ સહયોગ કુષ્ટ યજ્ઞ સંસ્થા, રાજેન્દ્રનગરમાં મંદબુદ્ધિ, દિવ્યાંગ અને કુષ્ટ રોગથી પીડાતા પણ સ્વ ગૌરવ સાથે જીવતા વ્યક્તિઓને ભાઈ – બહેનોના પવિત્ર પ્રેમના પ્રતિક સ્વરૂપે રાખડી બાંધી એક-મેક ને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ક્ષણે સૌની આંખોમાં સહોદર લોહીનો સંબંધ નહીં પણ લોહીનો બનાવનાર ઈશ્વરના સંતાનોના અલૌકિક નાતે, મળ્યો તે ભાઈ ને મળી તે બહેનનો ભાવ છલકાતો હતો.
સહયોગ કુષ્ટ યજ્ઞ સંસ્થાના વડા સુરેશભાઈ સોની, ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા – પ્રમુખ – પ્રણવભાઈ, મંત્રી મહિપતસિંહ, સંયોજીકા જાગૃતિબેન, ભાવિકાબેન, ઉર્વશીબેન, દક્ષાબેન, નીરૂબેન, સરસ્વતીબેન, નીલમબેન, ભુમિબેન સહિત બહેનોએ ઉપસ્થિત રહી પવિત્ર પાવન રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી ભાઈઓ ને કુંમ-કુંમ તિલક કરીને મોં મીઠુ કરાવ્યું હતું.