અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ બાયડ વિસ્તારમાં અગાઉ થયેલ ચંદન ચોરીનો ભેદ અરવલ્લી જિલ્લા એલસીબીએ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
અરવલ્લી એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે બાયડ વિસ્તારના સરસોલી-વસાદરા ગામની સીમમાંથી ચંદનના ઝાડ નંગ-૫ રૂ.૩૦,૦૦૦/ની અને કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુખી ગામમાંથી થયેલ ચંદન ચોરીના ભેદ ઉકેલી નાખ્યો હતો એલસીબી પોલીસે બાતમીદારો સક્રિય કરી ગુન્હો કરનાર અર્જુન રમેશભાઈ તળપદા( દેવી પૂજક) તથા ચિરાગ ઉર્ફે જગો મંગળભાઈ સોલંકી બંને રહે.માંગડોલી તા.નડિયાદ.જી.ખેડા તથા તેઓના સાગરીક્તોએ ભેગા મળી કરેલ તેવી બાતમી હકીકત આધારે માંગ રોલી ગામે સદરી ઇસમોની તપાસ કરતાં ચિરાગ ઉર્ફે જગો સોલંકીનાનો એક પીકઅપ ડલા સાથે મળી આવતાં આરોપીને ઝડપી લઈ મોડાસા ઓફિસ ખાતે લાવી પૂછપરછ કરતા તેણે તેના મિત્ર અર્જુનભાઇ રમેશભાઇ દેવીપૂજક તથા અન્ય ત્રણ આરોપીઓ મળી બાયડ પોલીસ વિસ્તારમાં તમેજ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના સુખી ગામની સીમમાંથી ચંદનની ઝાડની ચોરી કરી પીકઅપ ડાલા મૂકી ભાગી ગયેલ હોવાની કબૂલાત કરેલ ગુનામાં વપરાયેલ પીકઅપ ડાલાની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- ની ગણી બી.એન.એસ.એસ. એક્ટ કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ આરોપી ચિરાગ ઉર્ફે જગો મંગળભાઈ સોલંકી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ફરાર આરોપી અર્જુન રમેશભાઈ તળપદા અને અન્ય બીજા ત્રણ નામ ઠામ જણાવેલ નથી ફરાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે વધુ તપાસ હાથધરી હતી.