આજ રોજ તા.21/08/24 મંગળવારના રોજ ‘ એક પેડ માં કે નામ ‘ અભિયાન અંતર્ગત શ્રી એન.એસ.પટેલ લૉ કૉલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમા મુખ્ય મહેમાન તરીકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ તેમજ મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહ ઉપસ્થિત રહ્યા હતા. કૉલેજના આચાર્ય ડૉ. રાજેશ વ્યાસ દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.લૉ કૉલેજના ફેકલ્ટી ડૉ સોનિયા જોશી અને ડૉ અનિલ ખોખર તથા બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૫૦ જેટલા છોડ રોપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફીસર ડૉ. અશોક શ્રોફ અને ડૉ. અલ્પાબેન ભટ્ટી દ્વારા કરવામાં આવ્યુ.