18 C
Ahmedabad
Wednesday, January 22, 2025
No menu items!

પંચમહાલ: ગોધરા શહેર સીટી સર્વે સુપરિન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ રૂપિયા 8000ની લાંચ લેતા ACB છટકામા ઝડપાયો


ગોધરા,

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર સીટી સર્વે સુપરિન્ટેન્ડ બાબુભાઈ માલીવાડ 8 હજારની લાંચ લેતા એસીબીના છટકામા ઝડપાઈ ગયા છે. રહીશ પાસેથી પાકી નોધ પાડવા માટે લાંચની માગણી કરી હતી પણ આ રકમ નહી આપવા માગતા હોવાથી રહીશે એસીબીને જાણ કરી હતી અને એસીબીએ ગોઠવેલા છટકામા તેઓ ઝડપાઈ ગયા હતા.જેને લઈને સરકારી બાબૂઓમા પણ દોડધામ મચી ઝવ પામી હતી.

Advertisement

એસીબી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોધરાના એક રહીશ ના બહુમાળી મકાનમાં આવેલા ફલેટનુ વેચાણ કર્યુ હતુ. જેની નોધ મંજુર કરવા આ સીટી સુપરિડેન્ટન્ડ બાબૂભાઈ માલીવાડે રૂ.૧૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી જેથી જે તે વખતે અરજદારે રૂ.૭,૦૦૦ આપતા નોધ મંજુર કરી હતી ત્યાર બાદ ફરીયાદીને તેઓના કાકાની છોકરીઓએ ખરીદ કરી હતી દુકાનની નોધ પડાવવા આ કામના આરોપીની મળતા આરોપીએ રૂ.૨૫૦૦ લઇ કાચી નોધ પાડી આપી હતી અને પાકી નોધ થોડા દિવસ પછી કરી આપીશ તેમ જણાવ્યુ હતૂ પરંતુ પાકી નોધ નહી પડતા ફરીયાદી આ કામના આરોપીને તેઓની ઓફીસમા જઇ મળતા બહુમાળી બાંધકામમાં આવેલા ફલેટની વેચાણ નોધ મંજુર કરી હતી જેના બાકી રૂ.૮,૦૦૦ ની લાંચની માંગણી ફરીયાદી પાસે કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયા લાંચના છટકા દરમ્યાન રૂ.૮,૦૦૦ ની લાંચની માંગણી કરી લાંચના નાણાં હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા તેમને એસીબી કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!