કાલોલ
પંચમહાલ જીલ્લા કાલોલ નગરમાં સતત બે કલાક સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ. નગરના નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાઈ ગયા હતા. પણ સાથે સાથે નગરપાલિકામા પણ પાણી ભરાઈ જતા સ્થિતી કફોડી બની હતી. દુકાનો ને મકાનોમા પણ પાણી ઘુસી ગયા હતા. જેના કારણે વેપારીઓને પણ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. કાલોલમા 2 ઈચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
પંચમહાલ જીલ્લામા મેઘરાજાએ ફરી ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમા સારો એવો વરસાદ નોધાયો છે. જેમા શહેર,ગોધરા,હાલોલ,કાલોલ,જાંબુઘોડા,તેમજ ઘોંઘબા અને મોરવા હડફ તાલુકામા પણ વરસાદ નોધાયો છે. જીલ્લાના કાલોલ નગરમા મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વરસાદને કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમા પાણી પાણી થઈ ગયુ હતુ.કાલોલ શહેરમા પ્રતિવર્ષ ચોમાસામા નીચાણ વાળા રહેણાક વિસ્તારોમા પાણી ભરાવાની સમસ્યા બને છે. તેમ આ વરસાદને કારણે પણ નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.કાલોલનગર પાલિકાની ઈમારત પણ આ વરસાદી પાણીથી બાકાત રહી ન હતી અંદાજીત એક ફુટ જેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.કાલોલની શાકમાર્કેટ અને આસપાસની દુકાનોમા પણ પાણી ઘુસી જતા નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી પણ શરુ કરી દેવામા હતી તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામા આવે તો આ સમસ્યા વેઠવાનો વારો નહી આવે તેવી લોકચર્ચાઓ નગરમા થતી હતી.જીલ્લા કન્ટ્રોલ રુમ તરફથી મળેવા વરસાદી આંકડા મુજબ શહેરામા 30મીમી, મોરવા હડફમા 41મીમી, ગોધરામા 83મીમી,કાલોલમાં 67મીમી,ઘોઘંબામા 24મીમી,હાલોલમા 41મીમી,જાંબુઘોડામા 12મીમી વરસાદ નોધાયો હતો.