asd
33 C
Ahmedabad
Friday, September 20, 2024

સાબરકાંઠા: ભ્રષ્ટાચારમાં સોટિંગ.com નો પર્દાફાશ કરતી ACB, છટકામાં 3 ઝડપાયા


સમગ્ર રાજ્ય માં ભ્રષ્ચાચારની વિવિદ બૂમો ઉઠવા પામતી હોય છે ત્યારે આવા દૂષણને નાબૂદ કરવા માટે એન્ટિ કરપ્શન બ્યુરો સતત પ્રયત્નશીલ રહે છે. હવે સરકારી બાબૂઓ તો ઠીક હવે ખાનગી એટલે કે, વચેટિયાઓ મારફતે લાઈન દોરી ચાલતી હોય છે, જોકે આવી લાઈન દોરી તોડવામાં એન્ટી કરપ્શન બ્યૂરો ને સફળતા મળી છે… સાબરકાંઠા જિલ્લામાં એસીબી એ છટકું ગોઠવી ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે, જેમણે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઈડા મારફતે પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે માટે પરીક્ષા પાસ કરી આપવા ઓનલાઈન ફી સિવાય કોઈ રકમ ન હોવા છતાં ગેરકાયદે નાણા વસૂલવાની યોજના બનાવી હતી, જોકે એસીબી એ પર્દાફાશ કરી, ત્રણને ઝડપી પાડ્યા હતા…

Advertisement

હકિકત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કન્સ્લ્ટીંગ એકેડેમી ખાતે ફરિયાદીએ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો તથા ધોરણ 6 પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે તે હેતુથી 22 વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી આક્ષેપિત કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ ની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપેલી. આ સાથે જ તેણે પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.1,60,000/- લાંચની માગણી કરી હતી, જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન આરોપી કમલેશકુમાર ગીરધરભાઈ પટેલ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા કાજલ દીપકભાી ત્રિવેદી તથા ઈશુ પ્રકાશભાી પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય લાંચિયાને એસીબીએ પકડી પાડ્યા હતા.

Advertisement

આરોપી
(૧) કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ ઉં.વ. ૩૭, ધંધો-પ્રાઇવેટ શૈક્ષણીક વ્યવસાય, રહે. સાબલવાડ તા. ઇડર જી. સાબરકાંઠા
(૨) કાજલ દિપકભાઇ ત્રિવેદી
ઉ.વ. ૨૦, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. લાલપુર (બડોલી) તા.ઇડર, જી.સાબરકાંઠા
(૩) ઇશુ પ્રકાશભાઇ પટેલ
ઉ.વ. ૨૪, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. કાવા
તા. ઇડર જી. સાબરકાંઠા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!