રાજ્યમાં ચોરી, લૂંટ, બળાત્કાર જેવી ઘટનાઓ બનતી હોય છે, હાલમાં જ કલકત્તામાં રેસિડેન્સ મહિલા તબીબ પર રેપ અને ત્યારબાદ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેની શાહી હજુ સુકાઈ નથી. દેશ તેમજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પીડિત મૃતક તબીબના પરિજનોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં એવી ઘટના સામે આવી છે, જેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મોડાસામાં રહેતી એક પરણિત મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરિણત મહિલાને એક નહીં પણ ત્રણ નરાધમોએ એક પછી એક એમ સમયાંતરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. પરણિત મહિલા પહેલા એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ આરોપીએ મહિલાને અન્ય વ્યક્તિને 1 લાખમાં વેંચી દીધી હતી, ત્યારબાદ બીજી વ્યક્તિે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં બીજી વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને વેંચી દીધી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ મોડાસા ટાઉન પોલિસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓ રાજસ્થાનના છે, જે મધ્યપ્રદેશ સીમા પરના હોવાની પણ વિગતો મળી છે. મોડાસા ટાઉન પોલિસે ભારતીય દંડ સહિતાની કલમ 143, 142, 64(2)(એમ), 115(2), 351(2), 54 મુજબ ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.