ગોધરા,
અમદાવાદ ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા સાંસદ સભ્યો અને રેલ્વે વિભાગના અધિકારીઓ વચ્ચે વિભાગીય મંડળની એક બેઠકનુ આયોજન થયુ હતુ.જેમા રાજ્યસભાના સાંસદ જસવંતસિહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અને પંચમહાલ વિસ્તારની મહત્વપુર્ણ રજુઆતો કરી હતી. બંધ પડેલી ટ્રેનોના સ્ટોપેજ શરુ કરવા,તેમજ જીઆઈડીસી વિસ્તારમાં વસતા લોકો માટે તેમના વતનમા જવા માટે ટ્રેનો શરુ કરવાની રજુઆત કરવામા આવી હતી.
રાજ્યસભા સાંસદ જસવંતસિહ પરમાર દ્વારા રજુઆત કરવામા આવી હતી કેઉજ્જેનથી ડાકોર મંદિર ને જોડતી ટ્રેન શરુ કરવામા આવે,ઉજ્જેન પાવાગઢ, ડાકોર કનેક્ટીવીટી શરુ કરવામા આવે જેથી દર્શનાર્થીઓ આવી શકે અને રલ્વે વિભાગને પણ સારી આવક થઈ શકે, પાવાગઢ પર્વત પર દાર્જીલીંગની જેમ પણ ટોય ટ્રેન શરુ કરવામા આવે તો અહી પર્યટન સ્થળ તરીકે વિકાસાવી શકાય, રાજ્યના અન્ય સ્થળોએ પણ આ રીતે ટોય ટ્રેન શરુ કરવામ આવે,હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં ઘણા પરપ્રાન્તિય મજુરો લોકો કામ કરે છે તેમના વતનમા જવા માટે ટ્રેનો શરુ કરવામા આવે, ગોધરા ખાતે બંધ કરી દેવામા ગરીબ રથ એક્સપ્રેસ, ઈન્દોર કોચીવલી,ઓખા નાથ દ્વારા, હરિદ્વાર વલસાડ, આ તમામ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરુઆત કરવામા આવે, વલસાડથી વડોદરા ઈન્ટરસીટીને દાહોદ સુધી કાર્યરત કરવી, ગોધરા રેલ્વે જકશન એનો ભાગમા વહેચાયેલો છે. તો વહીવટી સરળતા માટે સપુર્ણ ભાગ વડોદરા ડીવીઝનમા સમાવેશ કરવામા આવે તેવી રજુઆત વિભાગીય મંડળની મીટીંગમા કરવામા આવી હતી.